કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા ચોરીના બે બનાવમા જીલ્લા એસઓજી પોલીસે ગોધરાના તાહીર તૈયબ ટપલા ની અટકાયત કરી હતી અને વેજલપુર પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યો હતો જ્યા પીએસઆઈ એસ એલ કામોલ દ્વારા આરોપી પાસેથી રૂ ૨૫,૦૦૦/ ની માંગણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીના પિતા તૈયબ હુસેન અબ્દુલ મજીદ ટપલા એ જીલ્લા પોલીસ અધિક્ષક ને લેખીત રજુઆત કરી સનસનાટી ભર્યા આરોપ લગાવી જણાવેલ કે તેના પુત્ર તાહીર ની વેજલપુર પોલીસ મથકે મુલાકાત કરતા પીએસઆઈ પૈસા માંગ્યા નુ જણાવેલ પરંતુ તેઓએ પૈસા ની વ્યવસ્થા નથી તમે કાયદાકીય પ્રક્રિયા કરો તેમ જણાવતા પીએસઆઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી પીએસઆઈ અને સ્ટાફ દ્વારા તાહિરને ડંડા વડે,ચામડાના પટ્ટા અને લાતો મારી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આરોપીના પીતા ને પોલીસ સ્ટેશન મા જામીન આપી લઈ જવા જણાવેલ.તેઓએ છોકરાને અમાનુષી માર માર્યો હોવાથી કોર્ટ મા ફરીયાદ કરવાની હોવાથી કાલોલ કોર્ટમાં તા ૩૦/૦૪/૨૪ ના રોજ લેખીત અરજી કરતા કોર્ટે તપાસના રેકર્ડ સાથે તા ૦૧/૦૫ ના રોજ હાજર રહેવા તપાસ અધિકારીને હુકમ કર્યો હતો. અને આરોપીના માર ના નિશાનો જોઇ કાલોલ કોર્ટે આરોપીને મેડીકલ કરાવવા મોકલી આપી કોર્ટ ઈંકવાયરી ના આદેશો આપ્યા છે. જે કામે આરોપી તરફે એડવોકેટ પરવેઝ શેખ હાજર રહ્યા હતા અને આરોપી ને જામીન મુકત કરાવેલ.જે દીવસે કાલોલ કોર્ટ મા અરજી આપી તેજ દિવસે તૈયબભાઈ ઉપર તેમના દીકરાનો ફોન આવેલ અને પોલીસ બીજા પડતર ગુનામા આરોપી બનાવશે અને હજુ વધુ માર મારશે તારા પિતાએ જે કાર્યવાહી કરી છે તેનાથી અમે ડરતા નથી એવી વાતો કરી ધમકીઓ આપી હોવાનુ જણાવેલ આ સમગ્ર ઘટના બાબતે આરોપીના પીતા તૈયબ હુસેન એ જીલ્લા પોલીસ વડા ને રજૂઆત કરી પોતાના પુત્ર ઉપર વધુ અત્યાચાર ન થાય અને કોર્ટમા રજૂ કરવામાં આવે તેમજ માર મારવાના દિવસના સીસીટીવી ફુટેજ નો નાશ ન થાય તે બાબતે રજૂઆત કરી છે. સમગ્ર ઘટના બાબતે વેજલપુર પીએસઆઈ એસ એલ કામોલ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ કે મને આવી ફરીયાદ ની કે રજૂઆત ની કોઈ જણ નથી. આમ સંબધીત પોલીસ સ્ટેશન ના પીએસઆઈ આ ઘટના બાબતે અજાણ હોવાનુ જણાવે છે ત્યારે ખરેખર શુ ધટના બની? આક્ષેપો ખોટા છે કે સાચા? તે કોર્ટ ઈન્કવાયરી મા જ બહાર આવશે.