ઘોઘંબાના પાલ્લા નજીક કરાડ ડેમ જતાં હનુમાનજી મંદિર પાસે રસ્તાની વચોવચ ઊભેલ વિજ પોલ અને ડિપી ની તસવીરો આજ રોજ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. કેટલાંક લોકોએ આને એમજીવીસીએલ નો એવોર્ડ ગણાવ્યો તો કેટલાકે આ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા કૉમેન્ટ કરી છે. તો એક યુઝરે વિશ્વગુરુ ની શરૂઆત ગણાવી છે. કેટલાકે સવાલો ઉઠાવ્યા કે શુ રસ્તો બન્યા બાદ સ્વય પોલ રસ્તા વચ્ચે આવ્યો? કે ડામર રોડ પોતેજ ખસ્યો? જીવનમાં એકવાર આ ચમત્કારિક ભૂમિના દર્શન કરીને ધન્ય થવું જોઈએ તેવી કોમેંટો કરી છે.