આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના વિખરણ ગામે સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડીના હસ્તે 25 બહેનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ.જેમાં ગામના ભાજપના આગેવાન શ્રી કમલેશભાઈ ખોખરિયા,ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા મહામંત્રી રીનાબેન પટેલ, ઉપપ્રમુખ રંજનબેન પરમાર,મંત્રી સવાબેન ડાભી,નારણભાઈ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.