એલસીબીની ટીમે ડીસામાં સરસ્વતી રેસ્ટોરેન્ટની સામે ઓચિંતી તપાસ કરી હતી. જ્યાં આઇપીએલની ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં ડીસા મોચીવાસનો જીતેન્દ્રકુમાર દશરથભાઇ વાઘેલાને ઝડપી લીધો હતો.
જેની પાસેથી રૂ. 9000નો મોબાઇલ સહિત કુલ રૂ. 9,300 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આઇડી આપનારો ડીસાના કિશોર ખુશાલદાસ ગંગવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.