*એ.સી.બી.ની સફળ ડીકોય*
*ડીકોયર* :- એક જાગૃત નાગરિક.
*આરોપી* :- હર્ષ રાજેશભાઇ ગુર્જર ,આયુષ્માન કાર્ડ કાઢી આપનાર કર્મચારી, સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ.
*ગુનો બન્યા* : તા.૨૦/૦૪/૨૦૨૪
*લાંચની માંગણીની રકમ* : ૫૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* :- ૫૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* :- ૫૦૦/-
*ગુનાનુ સ્થળ* : - આયુષ્માન હેલ્પ ડેસ્ક કાઉન્ટર , સ્ટરલીંગ હોસ્પીટલ ગાંઘીઘામ , કચ્છ પૂર્વ .
*ગુનાની ટુંક વિગત* :
આ કામે એ.સી.બી. ગાંધીઘામને માહિતી મળેલ કે, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટરલીંગ હોસ્પિટલમાં ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’’ હેઠળ નાગરીક લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે આ કાર્યવાહી સરકારશ્રીના નિયમોનુસાર તદ્દન નિશુલ્ક કરવાની હોય છે પરંતુ એ.સી.બીને ખાનગી રાહે હકીકત મળેલ છે કે સ્ટરલીંગ હોસ્પીટલ ખાતે આ આયુષ્માન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા પ્રજાજનો પાસેથી ‘‘આયુષ્માન કાર્ડ’’ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૪૦૦/- થી ૫૦૦/- સુધીની માંગણી કરી સ્વીકારે છે. જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ આ ડિકોય છટકા દરમ્યાન આ કામના આરોપીએ આજરોજ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫૦૦/- ગેરકાયદેસરની લાંચની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
*ડિકોય કરનાર અધિકારી*- શ્રી ટી.એચ.પટેલ
પો.ઈન્સ એસીબી કચ્છ પૂર્વ ગાંઘીઘામ.
*સુપર વિઝન અધિકારી* શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ-કચ્છ.
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.