બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે 23 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનનો ઈસમ 23 વર્ષ અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ મથકે એટ્રોસિટી તેમજ મારામારીનો ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડી આગળની તપાસ કરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે છેલ્લા 23 વર્ષથી એટ્રોસિટી તેમજ મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં એસઓજી બનાસકાંઠા લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય જેથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા સુચના આધારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે 23 વર્ષ અગાઉ આરોપી મહેન્દ્રસિંહ રાજપૂત પર એટ્રોસિટી તેમજ મારામારીનો ગુનો નોંધાયો હતો.
જે આધારે એસ.ઓ.જી. પોલીસ બાતમી હકીકત મળતા રાજસ્થાનના વરાવલ બાલી, પાલી પાસેથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી આરોપીને પૂર્વ પોલીસ મથકે સોંપી આગળની તપાસ હાથ ધરી છે.