તાલુકા ઠાસરા

ડાકોર...

ડાકોર પોલીસ સ્ટેશન ખાતે આવનાર રમઝાન ઈદ અને રામ નવમી પર્વો ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

ઠાસરા તાલુકાના યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.વી ડી મંડોરા સાહેબ ની આગેવાની હેઠળ રમઝાન ઈદ અને રામ નવમી પર્વોને અનુલક્ષી તહેવારો માં શાંતી સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ શાંતી સમિતિ ની બેઠક યોજવામાં આવી. 

આજ ની શાંતી સમિતિ ની બેઠક માં ઠાસરા તાલુકા ના ડાકોર પોલિસ સ્ટેશન હદ માં આવતાં ડાકોર, કાલસર, ઢુણાદરા સૂઇ,ખીજલપુર જેવાં ગામો ના સરપંચો તેમજ હિંદુ મુસ્લિમ સમાજ ના આગેવાનો ઊપસ્થિત રહયા હતાં..

ડાકોર પોલીસ સ્ટેશન નાં પી. આઈ. વી ડી મડોરા સાહેબે હિન્દુ મુસ્લિમ ભાઈને ઈદ ની અને રામ નવમી પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત