ડીસા-પાટણ હાઈવે પર આસેડા નજીક મંગળવારે ટ્રકની ટક્કરે જુનાડીસાના બાઈક ચાલકને ગંભીર ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના જુનાડીસાના ઉસ્માનખાન રસુલખાન કુરેશી (ઉ.વ.56) મંગળવારે બપોરના સમયે પોતાનું બાઈક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે આસેડા નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા આઇશર ગાડીના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ ગાડી ચાલક ત્યાંથી નાસી ગયો હતો.
તે દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત ઉસ્માનખાન કુરેશીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.