દેલોલ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર જ્યોતિકાબેન રમેશભાઈ પટેલ દ્વારા વેજલપુર પોલીસ મથક લેખિત ફરિયાદ આપી સણસોલી ના ફાર્માસિસ્ટ પ્રિયંકાબેન પટેલ તેમજ દેલોલ પીએસસી સેન્ટરના રમેશભાઈ પરમાર ને સાથે રાખી કાલોલ તાલુકાના એરાલ ગામમાં નિશાળ ફળિયામાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ઇસમને પકડી પાડેલ છે.સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પંચમહાલના પત્ર મુજબ ફરિયાદ નોંધાવતા રવિવારે જોલા છાપ ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી.પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ ઝોલા છાંપ બોગસ ડૉક્ટર સરનદુ શુકલાલ હલદર કોઈ પણ જાતનાં ડર વગર ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર કરી પ્રેક્ટીસ કરી રહ્યો હતો. કોઇપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગર ગામડાંના દર્દીઓની સારવાર અર્થે દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યાં હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી. આ અગાઉ આ ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે મે ૨૦૨૧ અને ઓગસ્ટ ૨૦૨૩ મા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરી હોવા છતા પણ આ ઝોલાછપ ઊટવૈધ ની હાટડી ધમધમી રહી હતી પોલીસે બોગસ ડૉક્ટર પાસેથી જુદી-જુદી કંપનીઓની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન તથા મેડીકલના સાધનો મળી રૂપિયા ૨૮,૩૯૮/૪૩ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ જોલા છાપ ડોક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી તેથી પુનઃ આ જ જગ્યાએ આ ઊટવૈધો પોતાની હાટડીઓ ખોલી રહ્યા છે. અને વખતોવખત પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતા આ ઝોલા છાપ ડોક્ટર ઉપર કોઈ અસર થતી નથી તે હકીકત છે.