યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી નજીક આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે 44 જેટલી બહેનો દ્વારા 56 ભોગ માતાજીને ધરાવામાં આવ્યો..
શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે માતાજીના દર્શને 1.25 કરોડ કરતાં વધારે યાત્રિકો અંબાજી મંદિરે દર્શન કરતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી નજીક આવતા યાત્રિકો મોટી સંખ્યામાં અંબાજી મંદિર આવી રહ્યા છે જ્યારે ચૈત્રી નવરાત્રી મંગળવાર 9 એપ્રિલ થી શરૂ થઈ રહી છે ત્યારે આજે 44 જેટલી બહેનો એક જેવો પોશાક પહેરી અને પોતાના ઘરેથી 56 ભોગ બનાવીને અંબાજી મંદિર પહોંચ્યા હતા અને માતાજીના શિખર પર ધજા પણ ચડાવી હતી અને માતાજીને નવરાત્રીમાં પોતાના ઘરે ગામે આવા માતાજીને નિમંત્રણ પાઠવ્યું હતું....