*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪* 

 મતદાર જાગૃતિ અભિયાન

 સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ સવીપ નોડલ અધિકારીશ્રી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાના BLO અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગરના લોકોની સૌથી વધુ અવરજવર વાળા ડી માર્ટ, સ્ટાર સિટી તેમજ જિલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

 

    જેમાં ડી માર્ટ ખાતે મતદાર જાગૃતિ માટે રંગોળી અને સિગ્નેચર કેમ્પેઇન તથા સેલ્ફી સ્ટેન્ડ ઉભા કરાયા હતા.

    સ્ટાર સીટી સિનેમા હિંમતનગર ખાતે મતદાર જાગૃતિ માટે રંગોળી અને સિગ્નેચર કેમ્પેઇન તથા સેલ્ફી સ્ટેન્ડ દ્વારા પરિવાર સાથે મુવી જોવા આવતા તમામ મતદારોને પરિવાર સાથે ૧૦૦ % મતદાન કરે તે માટે અપીલ કરાઈ હતી.

   Vvસાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે *WE WILL VOTE* 

Loksabha Election 2024 વોટર કલરથી તથા સ્ટેન્ડી દ્રારા 

 આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ મતદાન તા.૭/૫/૨૦૨૪ પરિવાર સાથે અચૂક મતદાન કરો તે માટે મતદાર જાગૃતિ માટેની સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી.