ડીસા-થરાદ રોડ પર પુત્રને મામાના ઘરે મૂકી પરત જઈ રહેલા બાઈક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા થવા માટે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો છે.
લાખણી તાલુકાના મોટુ ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર પોતાના પુત્રને તેના નાનાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઈક લઇ પરત ઘર તરફ જઈ રહ્યા હતા. તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલી ગાડીના ચાલાકે ટક્કર મારતા અકસ્માત હતો. અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ પર પટકાતા તેનો બંને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.