ડીસા(મેરૂજી પ્રજાપતિ)

સંસ્કારનું ઘરેણું ભાષા છે.ભાષા ઉપરથી માણસનો વિવેક અને સંસ્કારો છતા થતા હોય છે.ત્યારે તાજેતર માં ભાજપ ના સંસદ ના ઉમેદવાર દ્વારા ઉચ્ચારાયેલ વિવાદી નિવેદનો થી ક્ષત્રિય સહિત તમામ સમજો માં રોષની લાગણી ભભૂકવા પામેલ છે. એ વિવાદી નિવેદનો ને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્રો અપાઈ રહયા છે.

લોકશાહી માં નેતાઓ તેમની સેવા-ચરિત્ર અને ખાસ તો ભાષા થકી એટલે ભાષણો થકી પ્રજાનું માર્ગદર્શન કરતા હોય છે ત્યારે લોકોની લાગણીને ઉશ્કેરી ને અને મનોરંજન કરી બેફામ વાણી વિલાસ કરી ફાયરબ્રાડ નેતા બનવા નીકળતા નેતાઓ માટે આ બનાવ લાલ બતી સમાન છે. તાજેતર માં રૂપાલા દ્વારા ઉચ્ચારવા માં આવેલ કદરૂપા વચનોએ ભાજપ ના મોવડી મંડળ અને સરકારને પણ દોડતી કરેલ છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એ ભાજપ ની ક્ષત્રિય સમાજ વિરોધની માનસિકતા .ધરાવતા રૂપાલા ની ટિકિટ કાપવાની માંગ સમગ્ર ગુજરાતમાંથી ઉઠવા પામેલ છે. ફાયર બ્રાડ નેતા તરીકે ખ્યાતી મેળવવા ઘણા બધા નેતાઓ વિવેક હીન ભાષા બોલી લોકોને ઉશ્કેરણી અને મનોરંજન પીરસતા હોય છે. તેમાંના એક એટલે રૂપાલા કે જેમણે કેવી તોછડાઈ થી કોઈ ના માટે કેવું મોઢું બગાડી નિવેદનો આપે છે. એ ચર્ચાસ્પદ બનેલ છે.તે સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. આમ તો એ કાર્યક્રમ જ કઈ કામનો નોતો એવું નિવેદન ગોંડલ માં કર્યું.જો કાર્યક્રમ જ કામનો નોતો તો પછી શુ ગયા હતા? વળી ગત વિધાન સભાની ચૂંટણી માં ધાનેરા ના ઇતર સમાજના ઉમેદવાર માટે બોલ્યા કે ઘડો લઈને મંડયો છે. એ પાણી નો નહીં અંતિમ સ્મશાન યાત્રાનો છે...ત્યારે અનેક લોકો અને સમાજો માટે તોછડી ભાષા વાપરી બેફામ વાણી વિલાસ કરતા શ્રી પુરષોતમ રૂપાલા નો ઘડો ભરાયો છે.તેવું જગ બત્રીસીએ ચોરે અને ચોંટે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે એક ભક્ત કવિએ કહ્યું છે.બોલી સે પહેચાનીયે ચોર શાહુ કે ઘાટ, અંતર ઘટકી કરણી નિકલે મુખ કી વાટ. એટલે મનની વાત મુખ વાટે બહાર નીકળતી હોય છે. ત્યારે એક શબ્દ ઔષધ બને ઓર એક શબ્દ કરે ઘાવ..ત્યારે મન, કર્મ અને વચન એટલે આપણી ભાષા કોઈના માટે ઔષધ બને તે માટે તમામે પ્રયનશીલ બનવું જરૂરી છે.