લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં બનાસકાંઠા એસઓજી ટીમ ગુરુવારે કાંકરેજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે સમય બાતમી મળતા કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે રહેતા ભાવસંગ મસાજી રોળિયા (ઠાકોર) ના રહેણાંક મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરની દેશી હાથ બનાવટ બે નાળીવાળી બે બંદૂક મળી આવતાં પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.