બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને લઇ ઉમેદવારો દ્વારા પૂરજોશથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસે બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે બંને ઉમેદવારો ગામડે ગામડે ફરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે શુક્રવારે ડીસા તાલુકાના આખોલ ગામે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજી ઉપસ્થિત કાર્યકરોને ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું
ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા નજીક જી. એસ. કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ સહીત નેતાઓને કાર્યકરોની ઉપસ્થિતિમાં 2024 ની લોકસભાની ચૂંટણીને લઇ બેઠક યોજાઇ હતી આ બેઠકમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતોથી વિજય બનાવવા માટે નેતાઓ અને કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોવડી મંડળના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પઢિયાર ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ચેતનાબેન ઠક્કર જોલી બેન પટેલ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહીત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના ચક્રવ્યુહ અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો કાર્યકરો અને સમર્થકોને તેમજ મોરચાના હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું હતું.