સુરેન્દ્રનગરના વઢવાણ લીંબડી રોડ પર આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઇ રાજેશભાઇ વાળોદરાએ લેપટોપ, પ્રિન્ટર, કાગળો, સ્ટીલરૂલ બ્લેડ, મોબાઇલની મદદથી રૂ.100ની 134 ચલણી નોટો બનાવી હતી. તેમને મહેબૂબભાઇ કરીમભાઇ કટીયાએ મદદ કરી હતી. જે અંગેનો ગુનો વઢવાણ પોલીસ સ્ટેશન નોંધાયો હતો. આથી આરોપી રાહુલભાઇને ઝડપી પડાયા હતા. તેમણે સુરેન્દ્રનગર કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.જેમાં સરકારી વકીલ પી.જી.રાવલે દલીલ કરી કે તેઓ ગુનાના મુખ્ય આરોપી છે. તેમણે લેપટોપ પ્રિન્ટર જેવા સાધનની મદદથી રૂ.100ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો બજારમાં ફરતી કરવાનો ગંભીર આરોપ છે. તેમની પાસેથી 134 નંગ નકલી નોટો પકડાઇ છે. આરોપીનું પ્રિન્ટર એફએસએલ તપાસમાં છે જેનો રિપોર્ટ .પેન્ડિંગ છે આરોપી પાસે કોઇ રિકવરી ન થઇ હોવાથી જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું.બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ સેશન્સ જજ નરેશભાઇ જી. શાહે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.