ડીસા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલાં રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ હોળી-ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે.

જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામની જેાધપુરીયા ઢાંણીમાં આવેલ કાળા-ગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગૃપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ભૈરવ મ્યુઝીકલ ગૃપ, શ્રી કૃષ્ણ સાઉન્ડ (રૂદ્ર સાઉન્ડ) અને રીધમ એન.કે. બ્રધર્સ દ્વારા કલાકાર તરીકે દિનેશભાઇ યુ. ગેલોત, સીમાબેન માળીએ તેમના મધુર અવાજથી લોકોને તરબોળ કર્યાં હતા. 

જ્યારે સ્ટેજનું સંચાલન અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ) એ કર્યું હતું. જ્યારે સોમવારે `તિલક ધૂળેટી' અને મારવાડી `ગૈર અને લૂર' નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ `ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય' એ આકર્ષણ જમાવ્યું હતું.

 આ ઉપરાંત કુડાવાળી ઢાંણી, સ્કૂલવાળી ઢાંણી, મોટી ઢાંણી અને ડીસાના કાંટ રોડ પર આવેલ જી.જી. વિદ્યા સંકુલમાં સોમવારે માળી સમાજ દ્વારા `તિલક ધૂળેટી' અને મારવાડી `ગૈર અને લૂર' નું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ `ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય' ની મજા માણી હતી. જેમાં માળી સમાજ અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

 ત્યારે માલગઢ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા આ લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે `ગૈર અને લૂર' નૃત્ય રમાય છે. જેમાં ગામના તમામ લોકો એક સંપ થઇ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે. જ્યારે આ વર્ષ 16 આની સારૂ રહેશે તેવો વર્તારો જોવામાં આવ્યો હતો. જ્યારે નાના બાળકોને ઢૂંઢવાનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે નાના બાળકોની સાથે સાથે યુવાનોને પણ ઢૂંઢવાનો પ્રસંગ યોજાયો હતો.