બનાસકાંઠા જીલ્લામાં બનેલી ઘટનાને વિગતવાર જોઇએ તો બનાસકાંઠા જીલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી ડીસાના બે યુવાનોના મોત થયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડીસાના બે યુવકો ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
જ્યારે ડીસાના મેહુલ પંચાલ અને રોહીત પ્રજાપતિ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.