ડીસાના મોટા રસાણા ગામ પાસેથી ખુલ્લામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાઈ ગયા છે. ડીસા તાલુકા પોલીસે 6 જુગારીયાઓ, રોકડ રકમ અને પાંચ મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડીસા તાલુકા પોલીસ મથકની ટીમ જુગાર અને પ્રોહીબિશનના ગુન્હાઓ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી. તે સમયે મોટા રસાણા ગામ પાસે કેટલાક જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને મોટા રસાણા ગામ પાસે આવેલ મેરુ તળાવની બાજુમાં આવેલી ઝાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હતા. જેથી પોલીસની ટીમે તરત જ ત્યાં રેડ કરી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.
ખુલ્લામાં જુગાર રમતા કુલ 6 શખ્સો ઝડપાઈ ગયા હતા તેમજ તેમની પાસેથી જુગારના સાહિત્ય રોકડ રકમ અને પાંચ મોબાઇલ સહિત 46 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ચંદુજી વાલાજી ઠાકોર,માધુભાઈ હંસરાજભાઈ ભાટી, વિનોદજી સંગ્રામજી ઠાકોર, સેધાજી ધારજીજી ઠાકોર, મુકેશજી માધવજી ઠાકોર અને જીતુજી દેવચંદજી ઠાકોર સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.