બોડેલી તાલુકાના વડાતલાવ ચોકડી ઉપર લક્ઝરી બસની ટક્કર વાગતા બાઈક ચાલકના બંને પગે ફેકચર
બોડેલી તાલુકાના વડાતલાવ ચોકડી ઉપર એક લક્ઝરી બસે બાઈક ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલકના બંને પગ માં ફેક્ચર થઈ જવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા રેવનદાસ ઈશ્વરભાઈ વણકર ( ઉ વ ૫૦ ) પોતાની મોટર સાઇકલ લઈ બોડેલીથી નિકળી નોકરી ઉપર ફીલ્ડ વિજીટમાં ચલામલી ગામે જવા માટે નિકળેલો અને ૨સ્તામાં વડાતલાવ ગામે ચાર રસ્તા પાસે ચલામલી તરફ જવાના રોડ તરફ વળવા માટે મોટર સાઇકલની જમણી સાઈડની સાઈડ લાઈટ ચાલું કરી વળવા જતાં તેવામાં પાછળથી એક લગઝરી બસના ડ્રાઇવર ચાલકે લગઝરી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાઇકલની ઓવરટેક કરવા જતાં મોટર સાઇકલને લગઝરી બસ ના ખાલી સાઇડે વચ્ચેના ભાગે પાછળના ટાયરોમાં અડફેટમાં લેતાં પાછળના ટાયરોમાં રેવનદાસ ની મોટર સાઇકલ તથા તે પોતે આવી જતાં રોડ ઉપર ઘસડાતા લગઝરી બસ ગાડી વાળા ચાલક ડ્રાઇવરે ગાડી ઉભી રાખતાં, આજુબાજુથી ઘણા માણસો આવી ગયેલા અને માણસો મહામુશિબતે બહાર કાઢેલ જેમાં રેવનદાસભાઈ ને એક્સીડન્ટ થવાથી બન્ને પગોના સાથળના ભાગે વાગી ફેકચર થઈ જતા,તેઓથી ઉભું થવાતુ ન હતું જેથી રેવનદાસભાઈ ને રોડની સાઈડમાં ઉચકીને સુવાડેલ, તાત્કાલિક ૧૦૮ માં બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બોડેલી તાલુકાના વડા તલાવ ચોકડી ઉપર ગંભીર અકસ્માત થતા ભેગા થઈ જતા
લગઝરી બસનો ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે રેવનદાસભાઈ ને એકસીડન્ટ થવાથી જમણા પગે સાથળમાં વાગી ફેકચર થયેલ છે તથા ડાબા પગે ઘુંટણથી નીચેના ભાગે વાગી ઇજા થતાં ફેકચર થયેલ છે. તથા જમણા હાથે ખભાના ભાગે વાગી ઇજા થતા ફેકચર થયેલ તેમજ શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી છે.
આમ, બોડેલી તાલુકાના વડા તલાવ ચોકડી ઉપર એક લક્ઝરી બસના ડ્રાઈવરે ગફલત ભરી રીતે અને પૂર ઝડપે હંકારી મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલકને બંને પગે, ખભા ઉપર ગંભીર ઇજાઓ થવા પામી છે જે અંગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.