ડીસા દક્ષિણ પોલીસની ટીમે રાજમંદિર સર્કલ પાસે રેડ કરી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 11,290 નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા દક્ષિણ પોલીસ મથકની ટીમે ડીસાના રાજમંદિર સર્કલ પાસે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા ભોયણનો સર્વણજી રણછોડજી ચૌહાણ, ડીસાનો રમેશજી શંકરજી ઠાકોર, વિનોદ ચમનજી મકવાણા અને પાલનપુર તાલુકાના સામઢીનો દિનેશ પુનાભાઈ રાવળને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ સહિત રૂ. 11,290 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.