*પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની પહેલ*
*અકસ્માત થતા વિદ્યાર્થીએ પરીક્ષા છોડી દીધી,DEOએ કેન્દ્ર પર જઈને લહિયાની મંજૂરી આપી,બાળકે પરીક્ષા આપી*
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કૂલ શહેરા ખાતે ધોરણ -૧૨નો વિદ્યાર્થી પગી ભાવેશકુમાર ભેમાભાઈને ઘરે અકસ્માત થતા પરીક્ષા આપવાની ના પાડતો હતો.
પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલના ધ્યાને આ વાત આવતા તેમણે બાળક અંગે ચકાસણી કરતા જમણા હાથે ઇજા થયેલ હોઈ,સરકારી રેફરલ હોસ્પિટલ,શહેરા ખાતે બાળકે સારવાર લીધેલ હતી. અકસ્માતના પગલે બાળકે પરીક્ષા ના આપવાનું નક્કી કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ કિરીટ પટેલના ધ્યાને આવતા બાળકના ગામ ડોડિયાણીના પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પાસેથી વાલીનો સંપર્ક નંબર મેળવી તેમને સમજાવ્યા હતા. શાળા દ્વારા કરેલ લહિયાની મંજૂરી માટે કરેલ દરખાસ્તને ધ્યાને લઇ અને ઘટતી માહિતી માટે પરીક્ષા કેન્દ્ર મોડેલ સ્કૂલ, શહેરા ખાતે વાલીને બોલાવીને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ જાતે રૂબરૂ જઈ તમામ આધાર પુરાવાની ચકાસણી કરી રૂબરૂમાં પરીક્ષાર્થીને લહીયાની મંજૂરી આપી અને બાકીના તમામ પેપર આપવા પણ બાળકને સમજાવવામાં આવ્યો હતો.