BREAKING સુરતમાં બે સગા ભાઈએ સાથે જિંદગી ટૂંકાવી:
અમરોલીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા, અનાજમાં નાખવાની દવા પી લીધી, બન્નેના મોત.
સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમીયાન બન્નેનું મોત નીપજ્યું હતી. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ હિરેન ચંદુભાઈ સુતરિયા પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા લોનના હપ્તા નહીં ભરાતા પગલું ભર્યાની શંકા.
રિપોર્ટર અનવર સૈયદ