રાજસ્થાન તરફથી આવતા વાહનોની તપાસણી

ડીસા

યાત્રાધામ અંબાજીથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલ છાપરી ચેકપોસ્ટ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી છે. અહીં ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા કોઈ ભાંગફોડિયા ને અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવશે તેને લઇ અંબાજી પોલીસ સતર્ક બની છે. હાલના તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અને અધિકારીઓ સહીત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે નાનામોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે.

જોકે હાલના તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે લિકરનો જથ્થો ઝડપાયો નથી. પોલીસ હાલના તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે. કોઈપણ વ્યક્તિ 50 હજારથી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહિ. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.