કાલોલ ના ડેરોલ સ્ટેશન માર્કેટિંગ યાર્ડમા

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતા મા આયોજીત આ ચૂંટણી પ્રચાર કમ કાર્યકર બેઠકમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે રાજપાલસિંહ જાદવને જંગી લીડથી વિજય બનાવી મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ કાર્યકરો વતી તેમના મત વિસ્તારમાંથી પોણા બે લાખની લીડ અપાવી વિજય બનાવવાની ખાતરી આપી હતી.કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ભાજપની આ ચૂંટણી પ્રચાર લક્ષી બેઠકમાં કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ,ગ્રામપંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત સભ્યો સહિત ભાજપના કાર્યકરો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.