ગુજરાતમાં છેલ્લા ઘણા , કોંગ્રેસનું માળખું ધીમે ધીમે વિખેરાઈ રહ્યું છે અગાઉ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ અને ડીસા ઠાકોર સમાજના આગેવાન તેમજ ગત વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર લેબજી ઠાકોર ભરતજી ધુંખ્ સહિત મોટી સંખ્યામાં લોકોએ આજે કમલમ ખાતે સી.આર પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આગામી 2024 ની લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાંથી ભાજપ દ્વારા 26 એ 26 બેઠક ઉપર કબજો કરવાની સાથે 26 બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડ થી જીત મેળવવાનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે ત્યારે આ ટાર્ગેટને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના સંગઠનને તોડવામાં આવી રહ્યું છે અગાઉ પણ કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્ય એ રાજીનામાં આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજે મંગળવારે ગાંધીનગરના કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ 100 થી વધુ કાર્યકરો સાથે સીઆર પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો આ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટના આપતા ઠાકોર સમાજ નારાજ થયો હતો જેથી ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોરે ડીસા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધુંખ એ પણ લેબજી ભાઈને સાથે તેમને જીતાડવા ઉભા રહ્યા હતા જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે આગામી લોકસભાની ચૂંટણી હોવાથી અને બનાસકાંઠામાં કોંગ્રેસે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા હવે ઠાકોર સમાજના મત મેળવવા માટે ભાજપે ડીસા ઠાકોર સમાજના બંને આગેવાનોને મનાવી લીધા હતા અને આજે મંગળવારે કમલમ ખાતે લેબજી ભાઈ ઠાકોર અને ભરતજી ધુંખ સહિત ઠાકોર સમાજના અન્ય લોકોએ મોટી સંખ્યામાં સીઆર પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા