ધ્રાંગધ્રા વિસ્તારમાં બોગસ ડોકટર દવાખાનાખોલી લોકોના આરોગ્ય સામે ચેડા કરીજીંદગી જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે આવા ડોક્ટર સામે ઘણા સમયથી ધ્રાંગધ્રા પંથકના સ્થાનિકોની રાવ સામે આવી રહી છે.ગામડાઓમાં મુન્નાભાઈ એમબીબીએસ બેફામ બની કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસના ચેહરભાઈ ઝીંઝુવાડિયા, અનિરુદ્ધસિંહ ખેર, બળવંતસંગ ડોડીયા, નીતિનભાઈ ગોહિલ, મહાવીરસિંહ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે પંચોને સાથે રાખી રેડ કરતાં બાતમીવાળી જગ્યાએ તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટર રવીન્દ્રનાથ રોય મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં તેની પાસેમેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ન હોવા છતાંય પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમ જણાયું હતું. આથી એસઓજી પોલીસ દ્વારા ધ્રાંગધ્રા કુડા સબ સેન્ટરના મેડિકલ ઓફિસર ર્ડો. પ્રશાંત સોલંકીની દેખરેખમાં હાજર મળી આવેલી એલોપેથી દવાઓ જેની કિંમત અંદાજે રૂ. 40 હજારને સીલ કરી રવીન્દ્રનાથ રોય ઉપર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનો ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો હતો.જો કે ધ્રાંગધ્રા પંથકમાંકેટલાય ગામડાઓમાં ડોક્ટરો બેફામ એલોપેથી પ્રેક્ટિસ કરીને ગેરકાયદે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેની સામે પણ એસઓજી પોલીસ તટસ્થ હાથે કાર્યવાહી કરે તેવી પણ ઉગ્ર માંગ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં આરોપી સામે ગુનો નોંધી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.