ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં 5 આરોપી ધરપકડ

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં 5 આરોપી ધરપકડ કરાઇ છે. તેમજ કોર્ટમાં રજૂ કરાતા 3ના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારીના કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર 5 આરોપીઓમાંથી 3ને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. વધુ કોઇની સંડોવણી હતી કે નહી તે મુદ્દે તપાસ કરાશે. જેમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં આરોપીઓના 20 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.