ધ્રાંગધ્રા ખાટકી વાડ નજીક મદીના મસ્જિદ પાસે જિલ્લા એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘાંઘર અને પેરોલ ફ્લો સ્કોડના હરદીપસિંહ દ્રારા વોચ રાખીને ઉભા હતા તેં દરમિયાન અનવર સલીમભાઇ ભટ્ટી નામનો 22 વર્ષીય યુવાનને નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટર સાથે ઝડપી લીધો હતો ત્યારબાદ એક્સેસ નો એન્જીન અને ચેસીસ નંબર ચેક કરતા બાતમી હકીકત મુજબ ચોરીનું નીકળતા અનવર ઉર્ફે હેડી ભટ્ટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જિલ્લા પોલીસ વડા ર્ડો ગીરીશભાઈ પંડ્યાનાં માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ અનેક એક્શન પ્લાન અમલમાં મૂકીને મિલક્ત સબંધી, શરીર સબંધી તેમજ ચોરી લૂંટ ફાંટ નાં ગુન્હાઓ ને ડામવા આયોજનબદ્ધ રીતે કાર્ય કરતી નજરે ચઢે છે ત્યારે જિલ્લા એલસીબી પીઆઇ બી એલ રાયજાદા દ્રારા એલસીબી સ્કોડને ટેક્નિકલ સોર્સીંસ અને નેત્રમ સીસીટીવી અને બાતમી દારોનો મહત્તમ ઉપયોગ કરી વિવિધ ગુન્હાઓ પકડવા કડક આદેશ આપ્યા હતા.જિલ્લા એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘાંઘર અને પેરોલ ફ્લો સ્કોડના હરદીપસિંહ દ્રારા બાતમીદારોનાં સંપર્કથી એક ચોરી કરેલ એક્સેસ સ્કૂટર બાબતની માહિતી મેળવી હતી જે આધારે ધ્રાંગધ્રા ખાટકી વાડ નજીક મદીના મસ્જિદ પાસે વોચ રાખીને ઉભા હતા તેં દરમિયાન અનવર સલીમભાઇ ભટ્ટી નામનો 22 વર્ષીય યુવાનને નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટર સાથે ઝડપી લીધો હતો ત્યારબાદ એક્સેસ નો એન્જીન અને ચેસીસ નંબર ચેક કરતા બાતમી હકીકત મુજબ ચોરીનું નીકળતા અનવર ઉર્ફે હેડી ભટ્ટી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.