ધાનેરા તાલુકાના ધાખામાં અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધાનેરાના ધાખા ગામનો પરિવાર શુક્રવારે ધાનેરાથી બાઇક ઉપર ભાણીને લઇ ધાખા જવા નિકળ્યો હતો. ત્યારે ધાખા નજીક પાછળથી કારે ટક્કર મારતાં બાઇક સવાર ભાણીને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ હોવાથી ધાનેરામાં પ્રાથમિક સારવાર કરાવી ગંભીર ઇજાઓ હોવાથી અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ધાખા ગામના દલપતભાઈ માજીરાણા શુક્રવારે તેમની પત્ની સુખીબેન અને પુત્ર પિયુષ સાથે ધાનેરા આવ્યા હતા અને ધાનેરાથી તેમની ભાણેજ સાથે તેઓ ચાર જણ બાઇક ઉપર ધાખા આવતા હતા. ત્યારે ધાખા નજીક એક કારે પાછળથી ધકડાભેર ટક્કર મારતાં બાઇક હવામાં ફંગોળાઈ ગયું હતું. બાઇક ઉપર સવાર ચારે જણા રોડ ઉપર પટકાયા હતા.
જેમાં 7 વર્ષની ભાણી નીતાનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પતિ, પત્ની અને પુત્રને ધાનેરા હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા હતા. જ્યાંથી તેઓને અમદાવાદ ખસેડાયા છે. કાર ચાલક હરેશ સોમાભાઇ પટેલ (રહે.ધાખા) અકસ્માત કરી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો.