લીંબડી તાલુકાના જાંબુ ગામે અપ શબ્દો બોલવા બાબતે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં 5થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. મારામારી કરનારા 17 શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતાં વશરામભાઈ દેવવાડિયાએ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતુ કે કુટુંબીજનો સાથે મઢમાં બેઠા હતા. તે સમયે ગામનો રાજુ ઝીઝુવાડીયા અને રાહુલ ઝીઝુવાડીયા બોલાચાલી કરી અપશબ્દો બોલતા હતા. જેથી ગાળ બોલવાની ના પાડતાં બન્ને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. બન્નેના કુટુંબી દેવશી ઝીઝુવાડીયા, વિષ્ણુ ઝીઝુવાડીયા, મુકેશ ઝીઝુવાડીયા, કાળુ ઝીઝુવાડીયા, ભરત લાખાભાઈ, અશ્વીન ઝીઝુવાડીયા, નવ ઘણઝીઝુવાડયાએ ધોકા સાથે હુમલો કરી પથ્થરમારો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે વિજુબેન ઝીઝુવાડીયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે મેહુલ દેવવાડીયા, મહેશ દેવવાડીયા, પરષોતમ દેવવાડીયા રસ્તામાં વચ્ચે પગ આડા રાખી બેઠા હતા. તેમને દૂર ખસવાનું કહેતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોરૂદેવવાડીયા, વિહા દેવવાડીયા, મુન્નો દેવવાડીયા, ધરમશી દેવવાડીયા, વિના દેવવાડીયાએ મળીને હુમલો કરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं