લખતરના કડુ, તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલમાં તરમનીયા ગામ નજીક ગત રાત્રીના કેનાલમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હાલતમાં જોવા મળી હતી. કેનાલમાં તરતી હાલતમાં લાશ હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા આજુબાજુના ગ્રામજનો કેનાલ પર એકઠા થઇ જવા પામ્યા હતા. કેનાલમાં લાશ હોવાની જાણ લખતર પોલીસને કરતા લખતર પોલીસ સ્ટેશનના જયદીપસિંહ રાઠોડ તથા હિતેશભાઈ કઠેકિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વઢવાણ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ ઘટનાને પગલે વઢવાણ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને કેનાલમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી.ત્યારે મળતી માહિતી મુજબ લખતરના સાકર ગામનો હિતેશભાઈ દયારામભાઈ ધોળકિયા નામનો યુવક ગુમ થયાની લખતર પોલીસ સ્ટેશનમાં તારીખ 12/03/2024ના રોજ જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે કેનાલમાંથી લાશ મળતા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકના પરિવારજનોને સ્થળ પર બોલાવતા તેઓએ કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવેલા યુવક ગુમ થયેલા હિતેશભાઈ દયારામભાઈ ધોળકિયા હોવાનું જણાવ્યું હતું. લખતર પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ લાશને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र में बस हादसा, 12 की मौत और 16 घायल:गोदिंया के पास की घटना, मृतकों को परिवार को 10-10 लाख मुआवजे की घोषणा
महाराष्ट्र के गोदिंया में शुक्रवार दोपहर बस हादसे में 12 यात्रियों की मौत हो गई। 16 यात्री घायल...
आज जोधपुर आएंगे PM मोदी, CM भजनलाल भी होंगे शामिल; सुरक्षा एजेंसियां अलर्ट
प्रधानमंत्री नरेंद्र मोदी रविवार को जोधपुर आएंगे. राजस्थान हाई कोर्ट के प्लैटिनम जुबली कार्यक्रम...
સુવેઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી અંગે રજુઆત
#buletinindia #vadodara #gujarat
8 PROVEN TIPS FOR NATURALLY GLOWING SKIN | by GunjanShouts
8 PROVEN TIPS FOR NATURALLY GLOWING SKIN | by GunjanShouts
ચેક રિટર્ન કેસમાં જૂના જશાપરના શખસને 2 વર્ષની સજા ફટકારાઇ
સાયલાના જુનાજશાપરાના શખ્સે સુરેન્દ્રનગર ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી.જેની રકમની ચુકવણી પેટે...