ડીસા તાલુકાના કુપટ ગામે પિતા પુત્રી અને પિતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના બનવા પામી છે જેમાં ખેતરની જમીન મામલે ભાઈ બહેન અને બનેવી એ ત્રણે સાથે મળી પોતાના સગા બાપ અને ભાઈ ઉપર ધાર્યું તેમજ લાકડીઓ વડે હુમલો કરતા હુમલામાં પિતા અને ભાઈ ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડાયા છે આ મામલે ડીસા તાલુકા પોલીસે મહિલા સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે 

બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના કુપટ ગામ ના પોતાના ખેતરમાં રહેતા ઈશ્વરજી ઉમેદાજી સાંખલા માળી ને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ છે આ તમામના લગ્ન થઈ ગયેલ છે અને તમામ જુદા રહે છે જ્યારે ઈશ્વરજી પોતાની પત્ની સાથે કુપટ ગામે ખેતર ઉપર રહે છે ગુરુવારે ઈશ્વરજી પોતાના ખેતર ઉપર હતા ત્યારે તેમનો પુત્ર ચોથાજી ઈશ્વરજી સાંખલા ખેતર ઉપર આવ્યો હતો અને પાણીનો બોર ચાલુ કરવા જતા તેમના સગા બહેન લાકડી લઈને દોડી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે અમારા ખેતર ઉપર કેમ બોર ચાલુ કરે છે એટલી વારમાં ચોથાજીના ભાઈ અને તેમના બનેવી પણ દોડી આવ્યા હતા. બહેન ભાઈ અને બનેવીએ આ ત્રણે જણાય સાથે મળી ચોથાજી ઉપર લાકડીઓ અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી તેમને બૂમાબૂમ કરતા તેમના પિતા ઈશ્વરજી ત્યાં છોડાવવા દોડી આવ્યા હતા જેથી આ ત્રણે જણા એ ઈશ્વરજી ઉપર પણ લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘાયલ બંને પિતા પુત્રને 108 દ્વારા સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ ચોથાજી ની તબિયત ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતા આ મામલે શુક્રવારે ઈશ્વરજી ઉમેદાજી સાંખલા માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે પોતાની પુત્રી દીકરો અને જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઓખીબેન ઉર્ફે ઉષાબેન દિનેશભાઈ ટાંક દિનેશભાઈ મોડાજી ટાંક રહે પરબડી મામાનગર માલગઢ અને અશોકજી ઈશ્વરજી સાંખલા માળી રહે માલગઢ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે