બનાસકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં આગામી લોકસભાની 2024 ની ચૂંટણી યોજવાની છે ત્યારે આ ચૂંટણીમાં લોકો સો ટકા મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ અનેક પ્રયાસો કરાયા છે તેમ જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને સો ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ગ્રામના તમામ ભાઈ બહેનો મતદારોએ એકત્ર થઈ સો ટકા મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે લક્ષ્મીપુરા ના ગ્રામજનોથી અન્ય ગ્રામજનો એ પણ શીખ લેવાની જરૂર છે અને આ વખતની ચૂંટણીમાં તમામ લોકોએ સો ટકા મતદાન કરવું જોઈએ મતદાન એ આપણો અધિકાર છે અને તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ