આંકલાવ.

આણંદ.

લંપટ શિક્ષકની કાળી કરતૂત આવી સામે, 13 દીવસ સુધી...

આંકલાવની માધ્યમિક શાળાના 42 વર્ષીય પીટી શિક્ષક જયેન્દ્રસિંહ રાજે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને રમત-ગમતમાં આગળ લઈ જવા. ઉપરાંત તેની સાથે લગ્ન કરવાની પણ લાલચ આપી ભગાડી જઈને 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોલ ગામે તેના મિત્રને ત્યાં લઈ જઈ ગોંધી રાખી હતી. 13 દિવસ બાદ સગીરા ઘેર આવતા પરિવારજનોએ કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જયેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી છે