કાલોલ ગોધરા હાઈ - વે પર દેલોલ નજીક આવેલ સતલુજ હોટલના પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા આઇશર ટ્રકની બાતમી આધારે તપાસ કરતા કાલોલ પોલીસે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવેલ રૂ. 27,84,000 ના મૂલ્યનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો. ઘટના દરમ્યાન પોલીસની ભાળ જાણી ટ્રક ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આઇશર ટ્રકની કિંમત રૂ. 10 લાખ સાથે રૂ. 37,84,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીદારોથી માહિતી મળી હતી કે કુખ્યાત બુટલેગર રમેશ ગના વણકર રહે. રામપુર તા. ગોધરાનાએ મંગાવેલ પર પ્રાંતીય દારૂ ભરેલો આઇશર ટ્રક નં. જી જે 34 ટી 2138 કાલોલ ગોધરા હાઈ - વે પર દેલોલ પાસે આવેલ સતલુજ હોટલના પાર્કિંગ એરિયામાં ઉભો છે તે બાતમી આધારે કાલોલ પોસઇ અને સ્ટાફના માણસોએ છાપો મારી બાતમી વાળા આઇશર ટ્રકની તાડપત્રી ખોલી તપાસ કરતા ખાખી રંગના પૂઠાંની આડમાં સંતાડેલ 580 પેટી ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો. પોલીસની ઝીણવટભરી તપાસોમાં રોયલ બ્લુ મસ્ટ વ્હિસ્કીના લેબલ સાથે 180 મિલી દારૂની પ્લાસ્ટિક ક્વાટર પ્રત્યેક પેટીમાં 48 નંગ મુજબ કુલ 27840 નંગ કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસના આંકલન મુજબ રૂ. 27,84,000ના મૂલ્યના પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂ સાથે ખેપમાં વપરાયેલ આઇશર ટ્રકની કિંમત રૂ. 10 લાખ સાથે કુલ રૂ. 37,84,000ના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર રમેશ ગના વણકર તથા પોલીસની ભાળ જાણી નાસી છૂટેલ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KUTIYANA કુતિયાણાના બાયપાસ રોડ નજીક અકસ્માતની ઘટના 16 11 2022
KUTIYANA કુતિયાણાના બાયપાસ રોડ નજીક અકસ્માતની ઘટના 16 11 2022
Amit Shah MP Visit: महाकाल मंदिर में आज दर्शन करेंगे अमित शाह, रोड शो कर चुनाव प्रचार को देंगे धार
नई दिल्ली। केंद्रीय गृह मंत्री अमित शाह चुनावी राज्य मध्य प्रदेश के तीन दिवसीय दौरे पर हैं।...
माय - लेकाला विहिरीत ढकलले :*
*पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह केला खून ;आरोपीला पोलिसांच्या बेड्या*
माय - लेकाला विहिरीत ढकलले ...
पैठण तालक्यातील हिरडपुरी येथील तरुणाने पुण्यात पत्नीचा मुलासह...
उबरखेड तांडा येथे लसिकरण मोहिम संपन्न
कन्नड:उबरखेड तांडा ग्रामपंचायत व गणराज बहुद्देशीय सेवाभावी संस्था च्या संयुक्त विद्यमाने तसेच पशु...