સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ 31સમૂહ લગ્ન ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ 31સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા.
આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. તમામ દીકરીઓ ને 50થી વધારે ઘર માટે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી આ લગ્ન ઉત્સવ માં શાસ્ત્રી શ્રી યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની(ગોલ્ડન દાદા) દ્વારા તમામ લગ્ન વિધિ કરાવવામાં આવી હતી ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને અને શિક્ષિત બને સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરે કરતા રહે તેમ બાબા રામદેવ યુવક. મંડળના પ્રમુખ શ્રી. રમેશભાઈ ખંઢેલા ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું
આ ઉત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય શ્રી મહામંડલેશ્વર શ્રી મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને અન્ય સંતો રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો સંતો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ મહોત્સવમાં તમામ ભોજન ના દાતા શ્રીમસાપીર નાના ઝીંઝુડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને 540 સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમને ખુબ મહેનતથી સફળ બનાવ્યો હતો તેમ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ ની યાદીમાં જણાવ્યું હતું
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા