ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમે પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી હતી. ત્યારે બાતમી મળી હતી કે દરોદ ગામની સીમમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પીએસઆઈ આર.જે.ગોહિલ, દેવરાજભાઈ બારૈયા, શિવરાજસિંહ રાણા, ભરતભાઈ ચોસલા સહિતનાએ બાતમીના સ્થળે દરોડો પાડી ધંધુકાના મુકેશ ગોહિલ, કલ્પેશ ચૌહાણ, આરીફ ભટ્ટી, પ્રકાશ પીપળીયા, રમેશ ગોહિલ, અશ્વિન ચાવડા, નરેશ ચૌહાણ, જનક શિહોરા, ધનજી કોલાદરા, ભરત ખેચલીયા સાથે જુગાર રમાડનાર દરોદ ગામના જુવાનસિંહ ઝાલાને ઝડપી લીધા હતા.પકડાયેલા જુગારીયો પાસેથી રૂ.31,100, 10 મોબાઈલ અને 6 બાઈક સહિત 1,96,600 રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં જુગારીના દૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं