પાવીજેતપુર તાલુકાના ચાર કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં એસએસસી, એચએસસી પરીક્ષાનો થયેલો પ્રારંભ

            પાવીજેતપુર તાલુકાના ચાર કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ માહોલમાં એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ જવા છે. એસએસસીમાં ૪ કેન્દ્રો ઉપર ૮૪ બ્લોકમાં ૨૦૬૯ પરીક્ષાર્થીઓએ ગુજરાતીની પરીક્ષા આપી છે. 

             પાવીજેતપુર તાલુકાના એસએસસી એચએસસી બોર્ડમાં કેન્દ્રો એવા પાવીજેતપુર હાઇસ્કુલ, ભેંસાવહી હાઇસ્કુલ, ભીખાપુરા તેમજ શીથોલ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કંકુ ચોખા લગાવી હાથમાં ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષાની શુભકામનાઓ દરેક કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ અને પાઠવવામાં આવી હતી તેમજ કોઈ ગેરજીનું સાહિત્ય બ્લોકમાં ન જતું રહે તે પ્રમાણે ગેટ ઉપર દરેક વિદ્યાર્થીને ચેક કરી લેવામાં આવ્યા હતા. 

             પાવીજેતપુર કેન્દ્રના સંવાહક સંજયભાઈ શાહે જણાવ્યા પ્રમાણે એસએસસીના ૩૩ બ્લોકમાં ૭૯૨ વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૭૮૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભેંસાવહી કેન્દ્રના સંચાલક સુથારે જણાવ્યું હતું કે ૩૫૬ વિદ્યાર્થીઓમાંથી ૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૩૫૧ વિદ્યાર્થીઓએ ૧૪ બ્લોકમાં પરીક્ષા આપી હતી. સિથોલ કેન્દ્રના સંચાલક નિલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યા પ્રમાણે ૨૯૦ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૨૮૪ વિદ્યાર્થીઓએ ૧૨ બ્લોકમાં પરીક્ષા આપી હતી. ભીખાપુરા કેન્દ્રમાં સંચાલક માધવભાઈ જણાવ્યા પ્રમાણે ૬૬૮ વિદ્યાર્થીઓમાંથી ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૬૫૨ વિદ્યાર્થીઓએ ૨૫ બ્લોકમાં પરીક્ષા આપી હતી.     

          આમ, પાવીજેતપુર તાલુકાના ૪ કેન્દ્ર ઉપર કુલ ૮૪ બ્લોકમાં ૨૧૦૬ વિદ્યાર્થીઓમાંથી ૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૨૦૬૯ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં એસએસસીનું ગુજરાતીનું પેપર આપ્યું હતું. જ્યારે એચએસસી માં નામાના મૂળતત્વોનું પેપર હતું.