કાલોલ શહેર સ્થિત ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણને અસરકારક બનાવવા ઉદ્દેશ અને અમલીકરણના ભાગરૂપે ઉર્દુ શાળામાં વર્ષ દરમિયાન બાળકોના સર્વાગી વિકાસ અર્થે કરેલ કામગીરીની ઝાંખી કરાવતો વાર્ષિકોત્સવ સાથે ધોરણ ૮ ના બાળકો ના વિદાય સમારંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના વડીલો,ભૂતપૂર્વ વિધાર્થીઓ વાલીઓ,માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર, સી.આર.સી. કો.ઓ.નરેન્દ્રભાઇ પરમાર તથા ઉર્દૂ શાળાના આચાર્ય હારૂનભાઇ સમોલ સહિત શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાન અને ગામ માંથી ખૂબ જ મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શાળાના ધો.૧ થી લઈને ધો.૮ સુધીના તમામ બાળકો એ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષા અને દેશભક્તિ ના ગીત રજૂ કરેલ હતા