ડીસામાં લોકસભાની ચૂંટણી પૂર્વે તાલુકા પીઆઇની બદલી કરાઇ છે. તેમની જગ્યાએ હવે પાલનપુરના એ.વી દેસાઈની નિમણૂક કરાઇ છે. લોકસભાની ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તેવામાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલીઓ થઈ રહી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઇ અને પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઇની પણ બદલી થઈ છે.

જેમાં ડીસા તાલુકા પીઆઇ તરીકે ફરજ બજાવતા એસ એમ પટણીની પાલનપુર સાયબર સેલ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ એ.વી.દેસાઈની ડીસા તાલુકા પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી છે.