ગલતેશ્વર તાલુકાના વાડદ ગામ ખાતે નિશુલ્ક ગાયનેક તથા સર્જીકલ નિદાન કેમ્પ યોજાયો.
ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ગામ વાડદ ખાતે આવેલજામા મસ્જિદ ટ્રસ્ટ .વાડદ. ડો.અનસશેખ્. રાહત કિલનિક. અને પ્રમુખ શેખ સમાજ વાડદ ના સંયુક્ત ઉપક્રમે દિવા હોસ્પિટલ એન્ડ પ્રસુતિગૃહ. ડાકોર અને ઉમરેઠ દ્વારા વિનામૂલ્ય ગાયનેક તથા સર્જીકલ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ રાખ્યા વગર હિન્દુ મુસ્લિમ સમાજના દર્દીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પનું લાભ લીધો હતો આ કેમ્પમાં ગાયનેક તથા સર્જીકલ ને લગતા દર્દીઓની નિશુલ્ક તપાસ કરી જરૂરિયાતવાળા દર્દીનેઈ.સી.જી. સુગરનું ચેકઅ. પલ્સ. બી.પી .ની તપાસ ફ્રી માં કરવામાં આવી હતી. આ કેમ્પમાં આવનાર દર્દીઓને ઓપરેશન રાહદારે કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ડો. તુષાર પટેલ. એમ. બી .ડી .જીઓ.પૂણે. ડાકોર. અને ડો. આર. આર .પટેલ. કસન્ટીગ સર્જન ક્રિષ્ના હોસ્પિટલ . ડાકોર. દ્વારા દર્દીઓની તપાસ કરી ગાયનેક તથા સર્જીકલ ને લગતી બીમારીઓના નિવારણ માટે વિનામૂલ્ય તપાસ કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં 150 થી 200 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો આ કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી
આ કેમ્પ ને સફળ બનાવવા જામા મસ્જિદ ટ્રસ્ટ વાડદ. અને વાડદ શેખ સમાજના પ્રમુખ. ગુલામ મૈયુદ્દીન હાજીઅમુમીયા શેખ. દુબઈ વાળા. નિવૃત નાયબ મામલતદાર. એચ .આર .શેખ. આશિક હુસેન માસ્તર. ઠાસરા ગલતેશ્વર તાલુકા શેખ સમાજના પ્રમુખ. મહેબૂબ મીયા.યુ.શેખ.અંગાડી. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભીખામીયા શેખ. સામાજિક કાર્યકર. સલીમમીયા.એમ.શેખ. યાસીનભાઈ શેખ પત્રકાર. આબિદમિયા મલેક.. અશ્વિનભાઈ ભોઈ.વગેરે મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .સમગ્ર કેમ્પનું સંચાલન ગુલામ મૈયુદ્દીન શેખે કર્યું હતું.
પત્રકાર. અનવર સૈયદ ઠાસરા ખેડા.