હાલોલ શહેર ખાતે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા આઘેડ વયના કિરણભાઈ રજનીકાંતભાઈ અધવર્યું તેમજ અમદાવાદ ખાતે સોમનાથ સોસાયટી,ઠક્કરબાપા નગર ખાતે રહેતા ૬૨ વર્ષીય તેઓના મોટાભાઈ રાજેશકુમાર રજનીકાંતભાઈ અધવર્યું એમ બન્ને સગા ભાઈઓ ગઈકાલે શનિવારના રોજ સાંજના સુમારે એકટીવા પર બેસીને હાલોલ શહેરની બહાર ગોધરા-વડોદરા બાયપાસ રોડ પર આવેલા દિવ્યતા ગ્રીન સોસાયટી નજીક સંકલ્પ ઢાબા સામેના મુખ્ય રોડ પર રહીને પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ટ્રકના ચાલકે પોતાની ટ્રકને માતેલા સાંઢની જેમ બેફામ પૂરઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવી તેઓની એકટીવાને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની ટક્કરથી એકટીવા સહિત રોડ પર પછડાયેલા કિરણભાઈ તેમજ રાજેશકુમાર એમ બંન્ને સગા ભાઈઓને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ટ્રકનો અજાણ્યો ચાલક અકસ્માત સર્જી પોતાની ટ્રક લઈ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જેમાં મુખ્ય હાઇવે રોડ પર સર્જાયેલ અકસ્માત જોઈ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંન્ને ભાઈઓ કિરણભાઈ તેમજ રાજેશકુમારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા જ્યાં તેઓની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ બન્ને ભાઈઓને વધુ સારવારની જરૂર જણાવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન રાત્રિના સુમારે રાજેશકુમાર રજનીકાંત અધવર્યુંનું કરુણ મોત નિપજ્યુ હતું જેમાં બનાવ અંગે આજે સવારે હાલોલ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ટ્રકના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાતા ટાઉન પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.