ગુજરાત સરકાર દ્વારા નવેમ્બર-૨૦૨૩-૨૪ ના રોજ ઓનલાઈન આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી જે અંતર્ગત કાલોલ શહેર સહિત તાલુકાની આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી ઉમેદવારી નોંધવામાં આવી જેમાં જે મેરીટ મુજબ અંદાજીત 25 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની પસંદગી કરવામાં આવી જે પસંદ થયેલ ઉમેદવારોને આજરોજ તારીખ ૪/૩/૨૦૨૪ ના રોજ કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવાર બહેનો ને નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા સહિત ઉપસ્થિત રહેલા પદાધિકારીઓ ના હસ્તે નિમણૂક પત્ર સુપ્રત કરી અભિનંદન આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાલોલ ઘટક-એક ના ઇન્ચાર્જ સીડીપીઓ જ્યોતિબેન વાઘાણી તથા કાલોલ ઘટક-બે ના ઇન્ચાર્જ સીડીપીઓ સ્વાતિબેન રોય સહિત આઇસીડીએસ વિભાગના કર્મચારીગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.