ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે

ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઘણા જ દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથેની બેઠકોને અંતે પણ કોઈ રસ્તો નીકળ્યો ન હોવાથી હવે સરકાર સામે ખેડૂતોએ બાંયો ચડાવી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી છેકે, 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે. 10 માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી આખા ભારતમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે.