યાત્રાધામ અંબાજીમાં માવઠું થયું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી ને ખરી સાબિત કરતા અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંબાજી તથા આજુબાજુના વિસ્તારમાં માવઠું થયું હતું
માવઠું થવાથી ધીમીધારે વરસાદ થયો હતો
આ કમોસમી વરસાદના લીધે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહે છે અને તૈયાર પાક ખરાબ થવાના ભય ને લીધે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે
અરવિંદ અગ્રવાલ
અંબાજી