દિલ્હીનાં સાંસદ.
ગૌતમ ગંભીરને રાજકારણનો મોહ છુંટ્યો;
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું- હું ક્રિકેટ પર ફોકસ કરવા માગું છું.
દિલ્હી પૂર્વના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. ગંભીરે શનિવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.
ગંભીરે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા છે. તેમણે જેપી નડ્ડાને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી.ગંભીરે રાજકીય જવાબદારીઓ છોડવાનું કારણ પણ જણાવ્યું. લખ્યું- હવે તે પોતાની ક્રિકેટ સંબંધિત કમિટમેંટ્સને પૂર્ણ કરવા માંગે છે. ગંભીરે દેશની સેવા કરવાની તક આપવા બદલ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.