*ખેડબ્રહ્મા મુકામે નવનીત પુસ્તક મેળો યોજાયો.*
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નિકુંજ માર્કેટિંગની બાજુમાં નવનીત પુસ્તક મેળો યોજાયો જેનું ઉદઘાટન અશોકભાઈ જોશી( પાટણ લોકસભા પ્રભારી),શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા રિબિન કાપી કરવામાં આવ્યું હતું.
જ્ઞાનના સ્ત્રોત સમા વિવિધ પુસ્તકોના મેળાનું આયોજન નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા નિકુંજ માર્કેટિંગ ખેડબ્રહ્મા ના નિકુંજ ચૌહાણના સહયોગ થી કરવામાં આવ્યું.દરેક વયની વ્યક્તિની જિજ્ઞાસા જગાડે એવા જ્ઞાનગમત ધરાવતા રંગીન પુસ્તકોની વિશાળ શ્રેણી, રંગીન ચિત્રો સાથેના પુસ્તકો, ફનવીથ ઇંગલિશ એન્ડ મેથ્સ, એક્ટિવિટીઝ, પઝલ બુક્સ, કલરિંગ બુક્સ,બાળવાર્તાઓ મોડલ કન્સ્ટ્રક્શન આર્ટ એન્ડ ક્રાફ્ટ જનરલ બુક્સ
જેવા બાળકોની જ્ઞાનસુદ્ધાને સંતોષે એવા અનેકવિધ પુસ્તકો મેળામાં ઉપલબ્ધ હતા.
શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ ના બાળકો અને સ્ટાફ મિત્રોએ પણ આ નવનીત પુસ્તક મેળાનો લાભ લીધો હતો.
ખેડબ્રહ્મા શહેરમાં ત્રણ દિવસ ચાલનારા આ પુસ્તક મેળામાં જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા શુભ આશયથી આ નવનીત પુસ્તક મેળાનું આયોજન કરેલ. એકવાર ખેડબ્રહ્મા નગરજનો અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરી પ્રમુખ નિકુંજ ચૌહાણે જણાવ્યું હતું.
આ નવનીત પુસ્તક મેળામાં
અશોકભાઈ જોશી, શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ,ધીરુભાઈ પરમાર આચાર્ય (પ્રા.વિ.)તથા નિકુંજ ભોગીલાલ ચૌહાણ તેમજ ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ તેમજ બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં આ મેળાનો લાભ દીધો હતો .