વાહનો નો સામાન ચોરી કરતા બે શખ્સોનેઅમરેલીએલસીબી એ ઝડપી લીધા...

ચોરી કરીને કે છળકપટથી મેળવેલ ફોરવ્હીલની વ્હીલ પ્લેટ તથા ટાયરો ઇક્કો ગાડીમાં લઇ વેચવા માટે નીકળેલ બે ઇસમોને ચોરીના મુદ્દામાલ તથા વાહન મળી કુલ કિં.રૂ.૨,૪૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એલસીબી બગસરા  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં અને જુના વાઘણીયા ગામે શીતલ આઇસ્ક્રીમની ફેક્ટરી પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતાં હતાં, તે દરમ્યાન બે ઇસમો એક ઇક્કો ફોરવ્હીલ લઇને નીકળતાં, જે રોકી, ચેક કરતાં, તેમાં કોરવ્હીલ ગાડીઓની ચોરી કરી મેળવેલ વ્હીલ પ્લેટ તથા ટાયર હોય, જે ચોરી કરીને અથવા છળકપટ કરી, મેળવેલ હોવાનું જણાતું હોય, બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલા શખસોમાં વિજય ઉર્ફે ટીણો હેમુભાઇ ઉર્ફે હિમ્મતભાઇ ઓત્રાદીયા રહે.કંધેવાળીયા તા.વીંછિયા તેમજ રાજેશ રૂપસંગભાઇ બાવળીયા, રહે. કંધેવાડીયા જનડા, તા.વીંછિયા બન્ને પાસેથી ફોરવ્હીલ ગાડીઓના નવા તથા જૂના ટાયર અને વ્હીલ પ્લેટ કુલ નં.૧૩, ઇકો કાર મળી કુલ કિ.રૂ.૨,૪૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.