હાલોલ સર્કિટ હાઉસ ખાતે વડોદરા ઝોન પ્રાદેશિક કમિશનર સાહેબશ્રી ની અધ્યક્ષતામાં ઝોનલ રીવ્યુ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા ઝોનની તમામ ૨૬ નગરપાલિકાઓની માસીક કામગીરીમાં સમીક્ષા કરાઈ હતી અને હાલમાં કેન્દ્ર સરકાર તરફથી નિર્મળ ગુજરાત ૨.૦ મિશન લોન્ચ થયેલ છે જે મુજબ શહેરોમાં ઇવેન્ટ , લગ્નો, સહિતના કાર્યક્રમોમાં "ઝીરો વેસ્ટ" પોલીસીથી થાય તે બિરદાવવા યોગ્ય છે આથી હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસરે આ ઇવેન્ટને ઝીરો વેસ્ટ બનાવવા સારું પ્લાસ્ટિક કાગળના કપ,ડીશ,થાળી,પ્યાલા,વાટકી ચમચીના સ્થાને કાચ, સ્ટીલ કાંસાના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે મીટીંગ બેનર માટે પણ પ્લાસ્ટિકનું બેનર બનાવવાને બદલે નોટિસ બોર્ડનો ઉપયોગ કરી ઝીરો વેસ્ટ પોસ્ટ પોલીસી માટેની અનોખી પહેલ કરાઈ હતી જ્યારે વધેલ રસોઈ પણ ફેંકવામાંના આવે તેની કાળજી રાખી બધું જ ભોજન મહેમાનો સિવાયના વ્યક્તિઓને પણ ખવડાવી ઝીરો વેસ્ટ ઇવેન્ટનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું હતું જ્યારે આગામી સમયમાં હાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં સઘન અને પરિણામલક્ષી કામગીરી થનાર છે જેમાં ભીનો સુકો કચરો અલગ જ લઈ જવા માટેની વ્યવસ્થા રાત્રિ સફાઈ હાલ ચાલુ થયેલ છે કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ હબ આસપાસ બે વખત સફાઈ, કચરાનું પ્રોસેસિંગ થાય તેની વ્યવસ્થા, શહેરની દીવાલોનું સુશોભન, રસ્તાઓને આયકોનિક બનાવી એન્ટ્રીઓ આકર્ષક બનાવવાનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આપી હતી.